Friday, October 30, 2020
Home ભારતની અસ્મિતા અજબ ગજબ યોગ વિદ્યા પ્રાચીન ભારતીય વિદ્યા

યોગ વિદ્યા પ્રાચીન ભારતીય વિદ્યા

યોગની સામાન્ય માહિતીથી તો આપણે સૌ પરિચિત છીએ. યોગથી શરીર સુંદર તથા સુદૃઢ બને છે. કરોડરજ્જુની સ્થિતિસ્થાપક્તામાં વધારો થાય છે. શ્વાસ પ્રશ્વાસ દીર્ઘ બને છે, મન એકાગ્ર થાય છે. આ બાબતોનો અનુભવ હશે ખરું ને !

રંતુ આ તો થઇ યોગની ફક્ત બાહ્ય વાતો પણ હકીકતમાં યોગ તો ગુહ્યતમ વિદ્યા છે. યોગ એ આપણી અતિ પ્રાચીન વિદ્યા છે. યોગનો પ્રારંભ બ્રહ્માજી દ્વારા થયો હતો. વૈદિક ઋષિઓએ બ્રહ્મવિદ્યાની સાથે જ યોગવિદ્યાનો આવિષ્કાર કર્યો. તમને ખ્યાલ છે કે યોગાભ્યાસની ઉચ્ચતમ ભૂમિકા દ્વારા અકલ્પ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. એટલે જ વૈદિક ઋચાઓ, મંત્રો એ યોગાભ્યાસની ઉચ્ચતમ ભૂમિકાનું જ પરિણામ છે. જેને પતંજલિ મુનિ ઋતમ્ભરા પ્રજ્ઞા કહે છે. આ ઋતમ્ભરા પ્રજ્ઞાથી વિશ્વમાં સત્યોનું દર્શન થાય છે અને સત્યનું દર્શન કરવાની ઈચ્છા તો સૌની હોય. બરાબર ને ! તેથી સત્ય દર્શન કરવા માટે યોગની ઉચ્ચતમ ભૂમિકા પ્રાપ્ત કરવી પડે જે આપણા ઋષિમુનિઓએ વૈદિક કાળથી પ્રાપ્ત કરી હતી.

યોગદર્શન એ આપણા ષડદર્શનોમાંનું એક છે. સંસ્કૃત ધાતુ પરથી યોગ શબ્દ બન્યો છે. મહામુનિ પતંજલિએ આ યોગદર્શનના સિદ્ધાંતોને ૧૯૫ યોગસૂત્રોમાં સંકલિત કર્યા છે. આ પતંજલિ યોગસૂત્રો ભારતીય મનોવિજ્ઞાનનું આધારભૂત અને પ્રામાણિક શાસ્ત્ર છે. જયારે શ્રીમદ ભગવત ગીતાનું બીજું નામ યોગશાસ્ત્ર છે. કારણ કે તેના અઢારેય અધ્યાયના નામ પાછળ યોગ શબ્દપ્રયોગ થયેલ છે તથા સમગ્ર ગીતામાં યોગશાસ્ત્ર વણાયેલું છે.

યોગવિદ્યા એક જીવંત વિદ્યા છે. યોગ દ્વારા જીવનું શિવ સાથે મિલન થાય છે. તેથી આપણી પ્રાચીન શિક્ષણવ્યવસ્થામાં, આશ્રમોમાં, ગુરુકુળોમાં યોગવિદ્યા શીખવવામાં આવતી. પ્રાચીન શિક્ષણ યોગ આધારિત હતું. કેમ કે શિક્ષણનો ઉદ્દેશ

सा विद्या या विमुक्तये

અર્થાત જે મુક્તિ અપાવે તે વિદ્યા છે. અને આ ઉદ્દેશ યોગ દ્વારા જ સિદ્ધ કરી શકાય. તેથી વર્તમાનમાં પણ આપણે આ વિદ્યાનો ગંભીરતાથી અભ્યાસ કરવો જોઈએ, જેથી ઉચ્ચતમ શિક્ષણ દ્વારા સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ.

અષ્ટાંગ યોગે જણાવેલા રસ્તા પ્રમાણે સમાધીમાં જ્યારે સાધક સર્વોચ્ચ અવસ્થામાં પહોંચી જાય છે તો તે આ ક્ષમતાથી સમ્પન્ન થઈ જાય છે કે તે પોતાના સુક્ષ્મ શરીરના માધ્યમથી ભૂતકાળ કે ભવિષ્યકાળમાં આવી-જઈ શકે છે. જ્યોતિષમાં ગ્રહ-નક્ષત્રોની દિશા અને દશાના આધાર પર ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓનું અનુમાન લગાવી શકાય છે, આ અનુમાન સાચું પણ થઈ શકે છે અને ખોટું પણ. જ્યારે યોગ સમાધિની સર્વૌચ્ચ અવસ્થા પર પહોંચીને યોગી ભવિષ્યમાં ઘટનારી દરેક ઘટનાને પ્રત્યક્ષ એટલે કે સામે જોઈ શકે છે.અતિ પ્રાચીન દર્શન શાસ્ત્રોમાં પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, સાંક્ય, યોગ, ન્યાય અને વૈશેષિક આ છ દર્શનો અતિ મહત્ત્વના છે.બ્રહ્મવિદ્યા એટલે સર્વથી શ્રેષ્ઠ બ્રહ્મતત્ત્વને જાણવાની વિદ્યા યોગ હિંદુ દર્શનશાસ્ત્રમાં યોગની મુખ્ય શાખાઓમાં રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને હઠયોગ શામેલ છે. પતંજલીના યોગસૂત્રોમાં સંકલિત અને હિંદુ દર્શનશાસ્ત્રના સંદર્ભમાં યોગ તરીકે જાણીતો રાજયોગ સાંખ્ય પરંપરાનો ભાગ છે. ઉપનિષદ, ભગવદ્ ગીતા, હઠયોગ પ્રદિપિકા, શૈવસંહિતા અને વિવિધ તંત્ર સહિત હિંદુ ધર્મગ્રંથોમાં યોગના જુદાં જુદાં પાસાં પર ચર્ચા થઈ છે.

સ્કૃત શબ્દ યોગ ના અનેક અર્થ છે અને તે સંસ્કૃત મૂળ યુજમાંથી ઉતરી આવ્યો છે. યુજ એટલે નિયંત્રણ મેળવવું વર્ચસ્વ મેળવવું કે;સંગઠિત કરવું. બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે જોડવું સંગઠિત કરવુ એકત્ર કરવું, જોડાણ કરવું અને ઉપયોગી પદ્ધતિ. યોગનું વૈકલ્પિક મૂળ યુજિર સમાધૌ છે, જેનો અર્થ એકાગ્રતા મેળવવી & કેધ્યાન ધરવું એવો થાય છે. આ અર્થ દ્વૈતાત્મક રાજયોગ સાથે યોગ્ય રીતે બંધ બેસે છે, કારણ કે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો ભેદ પાડતી એકાગ્રતાને લીધે પ્રાપ્ત થાય છે. ભારતની બહાર સામાન્ય રીતે યોગ શબ્દ હઠયોગ અને તેના વિવિધ આસનો કે વ્યાયામના એક સ્વરૂપ સાથે જોડાયેલો છે. જે કોઈ વ્યક્તિ યોગનો અભ્યાસ કરતી હોય કે યોગ ફિલસૂફીનું પાલન કરતી હોય તે યોગી કે યોગિની તરીકે ઓળખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વડા પ્રધાન ની ધન લક્ષ્મી યોજના 2020 | ઓનલાઇન અરજી, અરજી ફોર્મ

પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના 2020 લાગુ કરવાની કાર્યવાહી | પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ઓનલાઇન અરજી | પ્રધાન મંત્રી ધન લક્ષ્મી ઓનલાઇન ફોર્મ

શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો કંગાલ.

sbi તેન ગ્રાહકો ને ચેતવણી આપી હતી ભારત દેશ ની સૌથી મોટી બેંક SBI તેમના ગ્રાહકો ને એક...

ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

સુરત માં ચર્ચાનો વિષય બની ગયેલા વેવાઈ-વેવાણ ફરીથી ફરાર થઇ ગયા હતા.એવું પણ જાણવા મળેલું છે કે વેવાઈ-વેવાણ તેની દીકરી ના લગ્ન...

દિવસ ની શરુ વાત 10 મિનિટ યોગા થી.

તમારા દિવસમાં થોડી વધુ એનર્જી જરૂર છે? આ 10 મિનિટનો યોગ ક્રમ તમારા શરીરને સંતુલિત કરી શકે છે અને તમારા મનને કેન્દ્રિત...

Recent Comments