Friday, October 30, 2020
Home નારી વાંકડિયા (કર્લી) વાળનું ટેંશન છોડો, બનાવો તેને વધુ સુંદર

વાંકડિયા (કર્લી) વાળનું ટેંશન છોડો, બનાવો તેને વધુ સુંદર

કર્લી વાળ પોતાની રીતે એક સુંદર લુક આપે છે, તેમજ આપણી સુંદરતામાં પણ વધારો કરે છે. પરંતુ જો તમે કર્લી વાળ પ્રત્યે થોડી જાળવણી રાખો તો તે વધારે સુંદર દેખાઈ શકે છે. જ્યાં કેટલાક લોકો કર્લી વાળ મેળવવા માટે તરસતા હોય છે, તો કેટલાક લોકો માટે કર્લી વાળ મુસીબત હોય છે, તે એટલા માટે કારણ કે તેની કેર કરવી તે અન્ય પ્રકારના વાળની અપેક્ષાએ વધારે કઠીન હોય છે. જો તમે પણ કર્લી વાળથી પરેશાન હોય તો ટેંશનછોડી દો, કારણ કે તેની કેર કરવી એટલી મુશ્કેલ નથી જેટલી લોકો સમજે છે.

કર્લી વાળમાં કોઇપણ હેર સ્ટાઈલ બની શકતી નથી, કારણ કે કર્લ હોવાના કારણે તે પોતાનો આકાર બદલતા નથી. કર્લી વાળ જયારે માથા પર ઉગે છે, ત્યારે જે હોલમાંથી તે નીકળે છે, તે એકદમ સીધા ન હોઈને થોડા ત્રાંસા હોય છે. તેના લીધે વાળ માથા પરથી જ સીધા ન ઉગતા ત્રાંસા ઉગે છે, તેના લીધે વાળમાં વેવ આવી જાય છે, જેને આપણે વાંકડિયા કે કર્લી વાળ કહીએ છીએ.

કર્લી વાળને આમ તો સુંદરતા સાથે જ જોડવામાં આવે છે, પરંતુ મૂળમાંથી જ ત્રાંસા હોવાના કારણે જે શરીરનું કુદરતી તેલ વાળને મળવું જોઈએ, તે કર્લી વાળને ઓછું મળે છે, જેના લીધે આ પ્રકારના વાળ બેજાન લાગે છે. કર્લી વાળ ફૂલેલા પણ હોય છે. આ બેજાન રૂખાપણું અને ફૂલેલા હોવાના કારણે તે દુર દુર રહે છે. આવા વાળને ખુલ્લા રાખવા પણ મુશ્કેલ હોય છે.

કર્લી વાળની સંભાળ રાખવાની ટીપ્સ :

પહેલા તો કર્લી વાળ માટે આપણે જે શેમ્પૂ લઈએ છીએ તે ભેજ યુક્ત હોવું જોઈએ. શેમ્પૂમાં કોઈ આલ્કોહોલ મેળવેલો ન હોવો જોઈએ.

આવા વાળ માટે હાર્ડ હેર શેમ્પૂ કે રિપેર શેમ્પૂ હોવું જોઈએ. સૂકી જડીબુટ્ટીઓથી તેને દૂર રાખો તો વધારે સારું, જેવી કે આમળા, શિકાકાઈ, મહેંદી.

આ બધી હર્બલ વસ્તુઓ વાળ માટે સારી અને પોષણયુક્ત મનાય છે, પરંતુ વાંકડિયા વાળ માટે આ હર્બલ નુકશાનકારક છે, કારણ કે તે વાળને તાકાત તો આપે છે, પણ વાળ માટે જરૂરી ભેજ છીનવી લે છે.

આવા વાળને જોઈએ તેલ, દહીં, ઈંડા અને સારા કંડીશનર તેમજ હેર સિરમ. તેને લીંબુ અને વિનેગારથી પણ દૂર જ રાખવા જોઈએ. કર્લી વાળને જેવો ભેજ મળે છે, તે ચમકદાર સિલ્કી બની જાય છે.

કર્લી વાળને પહેલા ભેજયુકત શેમ્પૂથી ધોઈ લો, ત્યારબાદ ટોવેલથી ડ્રાય કરી કંડીશનર લગાવો કે હેર માસ્ક લગાવો. ૧૦ મિનીટ પછી સાદા પાણીથી ધોઈ લો, વાળ થોડા સુકાય પછી તેમાં થોડા ટીપા હેર સિરમ લઇ લગાવો.

જો પાર્લરમાં શેમ્પૂ કરાવવું હોય તો ડીપ કંડીશનર લગાવવું, જેનાથી વાળમાં એક્સ્ટ્રા ભેજ આવી શકે.

અઠવાડિયામાં એક વખત જૈતુનના તેલથી માલિશ કરવી, પછી ગરમ ટોવેલથી વાળમાં સ્ટીમ આપવી.

કર્લી વાળને સેટ કેવી રીતે કરશો

કર્લી વાળની સંભાળની સાથે બીજી સમસ્યા એ છે કે તેને સેટ કઈ રીતે કરવા. જો તેને સેટ કરવા હોય તો તેને સ્ટેપ કટમાં કાપી શકાય છે.

જો તેને ખુલ્લા રાખવા હોય તો બ્લો ડ્રાયરની જરૂર પડે છે. કર્લી વાળમાં આજકાલ વૈટ લુકની નવી ફેશન છે.

વૈટ લુક માટે વાળમાં શેમ્પૂ, કંડીશનર પછી એક્વા જેલ લગાવવામાં આવે છે. જેનાથી આપના વાળ કલાકો સુધી ભીના, ચમકદાર બની રહે છે અને ફૂલતા પણ નથી.

જો કર્લી વાળને સીધા કરવાનું મન થાય તો ટેમ્પરરી સેટિંગ માટે પ્રેસિંગ કરી શકાય.

પ્રેસિંગ મશીન માર્કેટમાં ઉપલબ્ધ છે. વાળમાં આઇરન ફિનિશ લગાવ્યા બાદ થોડા થોડા વાળ લઈ તેને હેર પ્રેસ મશીનની મદદથી સીધા કરવામાં આવે છે. આ હેર પ્રેસિંગ એક બે દિવસ સુધી રહે છે.

જો તમે તમારા કર્લી વાળથી પરેશાન છો તો તમે તેને પરમેનેન્ટ સીધા પણ કરી શકો છો. તેને હેર સ્ટ્રેટનિંગ કહેવાય છે.

કેટલીક જાણીતી કંપનીઓ જેવી કે- લોરિયલ, વૈલા મૈટ રિક્સ વગેરેના સ્ટ્રેટનિંગ લોશન મળે છે, તેમાં બે ટ્યૂબ હોય છે. પહેલા નં.૧ ટ્યૂબને લગાવવામાં આવે છે, તેમાં પહેલા વાળ ધોયેલા હોવા જોઈએ, પણ કંડીશનર ન લગાવેલું હોવું જોઈએ.

વાળમાં પ્રેસિંગ કરીને નાના નાના સૈક્શન લઈને સ્ટ્રેટનિંગ ક્રીમ લગાવવામાં આવે છે. અડધા કલાક પછી તેને સાદા પાણીથી ધોઈને ક્રીમ કાઢવામાં આવે છે.

વાળને ટોવેલથી ડ્રાય કરીને ફરી પ્રેસિંગ કરવામાં આવે છે. હવે લગાવવામાં આવે છે નં. ૨ ક્રીમ અર્થાત ન્યુટ્રીલાઈઝર, ૨૦ મિનિટ સુધી ન્યુટ્રીલાઈઝર રાખ્યા બાદ વાળને ધોઈને કંડીશનર કરવામાં આવે છે. ત્યારબાદ હેર સિરમ લગાવાય છે. તેના પછી વાળમાં બ્લો ડ્રાયર કરવામાં આવે છે.

આવી રીતે સીધા કરેલ વાળ એક વર્ષ સુધી સીધા રહે છે. આવા વાળ ક્યાં સુધી સ્ટ્રેટ રહે છે તે એ વાત પર પણ ડિપેન્ડ છે, કે નવા વાળ કેટલી ઝડપથી આવી રહ્યા છે, ત્યારે સ્ટ્રેટનિંગ ફરીથી કરાવવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વડા પ્રધાન ની ધન લક્ષ્મી યોજના 2020 | ઓનલાઇન અરજી, અરજી ફોર્મ

પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના 2020 લાગુ કરવાની કાર્યવાહી | પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ઓનલાઇન અરજી | પ્રધાન મંત્રી ધન લક્ષ્મી ઓનલાઇન ફોર્મ

શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો કંગાલ.

sbi તેન ગ્રાહકો ને ચેતવણી આપી હતી ભારત દેશ ની સૌથી મોટી બેંક SBI તેમના ગ્રાહકો ને એક...

ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

સુરત માં ચર્ચાનો વિષય બની ગયેલા વેવાઈ-વેવાણ ફરીથી ફરાર થઇ ગયા હતા.એવું પણ જાણવા મળેલું છે કે વેવાઈ-વેવાણ તેની દીકરી ના લગ્ન...

દિવસ ની શરુ વાત 10 મિનિટ યોગા થી.

તમારા દિવસમાં થોડી વધુ એનર્જી જરૂર છે? આ 10 મિનિટનો યોગ ક્રમ તમારા શરીરને સંતુલિત કરી શકે છે અને તમારા મનને કેન્દ્રિત...

Recent Comments