Friday, October 30, 2020
Home ભારતની અસ્મિતા અજબ ગજબ પતંજલિના યોગસૂત્રો

પતંજલિના યોગસૂત્રો

પતંજલિને યોગ દર્શનના સ્થાપક ગણવામાં આવે છે. પંતજલિના યોગસૂત્રો રાજયોગ તરીકે જાણીતા છે,

જે મન પર કાબૂ મેળવવા માટેની એક વ્યવસ્થા છે. પતંજલિએ તેમના બીજા સૂત્રમાં શબ્દની વ્યાખ્યા આપી છે,

જે તેમના સંપૂર્ણ કાર્ય માટેનું સારસૂત્ર માનવામાં આવે છે.

योग: चित्त-वृत्ति निरोध:

અર્થાત

યોગ ચિત્તને જુદી જુદી વૃત્તિઓમાં લઈ જતાં નિયંત્રણમાં રાખે છે.

પતંજલિનું લખાણ અષ્ટાંગ યોગ એક પદ્ધતિનો આધાર બની ગયું.

આ આઠ અંગ નીચે પ્રમાણે છે.

પ્રથમ છે યમ(પાંચ “નિગ્રહ”)- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.

નિયમ (પાંચ “વ્રત”- શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન.

આસન- તેનો અર્થ “બેસવું” એવો થાય છે અને પતંજલિના સૂત્રોમાં તેનો અર્થ ધ્યાન માટે બેઠક ધારણ કરવી.

પ્રાણાયામ (“પ્રાણ પર કાબૂ”)- પ્રાણ , શ્વાસનો આયામ એટલે તેને અટકાવવો કે નિયંત્રણમાં લેવો. તેનો એક અર્થ જીવનના બળને નિયંત્રણમાં લેવો એવો પણ થાય છે.

પ્રત્યાહાર (“પાછું ખેંચવું”)- વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચવી.

ધારણા (“એકાગ્રતા”)- એક જ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું.

ધ્યાન (“ચિંતન”)- એકધારું ચિંતન

સમાધિ (“મુક્તિ”)- ધ્યાનને ચૈતન્યમાં જોડવું.

આ શાખાના વિચારમાં સર્વોચ્ચ પ્રાપ્તિ વિશ્વની અનુભવેલી વિવિધતાને ભ્રમ સ્વરૂપે પ્રકટ નથી કરતી. આ દુનિયા વાસ્તવિક છે. આ ઉપરાંત સર્વોચ્ચ પ્રાપ્તિ એવી ઘટના છે જેમાં અનેકમાંથી એક વ્યક્તિત્વ સ્વયં પોતાને શોધે છે, કોઈ એક વૈશ્વિક આત્મ નથી જેની વહેંચણી દરેક વ્યક્તિઓ સાથે કરી શકાય છે.

ભગવદ્ ગીતા

ભગવદ્ ગીતા (ઇશ્વરનું જીવનસંગીત) વ્યાપક રીતે યોગ શબ્દનો ઉપયોગ કરે છે. તેમાં એક સંપૂર્ણ અધ્યાય (છઠ્ઠો અધ્યાય) ધ્યાન સહિત પરંપરાગત યોગ અભ્યાસને સમર્પિત છે. તેમાં ત્રણ પ્રસિદ્ધ યોગનો પરિચય કરાવવામાં આવ્યો છે.

કર્મ યોગ: કાર્યનો યોગ

ભક્તિ યોગ: ભક્તિ કે ઉપાસનાનો યોગ

જ્ઞાન યોગ: જ્ઞાનનો યોગ.

હઠ યોગ.

હઠ યોગ, યોગની એક વિશેષ વ્યવસ્થા છે, જેને પંદરમી સદીના ભારતમાં હઠયોગ પ્રદિપિકાના સંકલનકર્તા યોગી સ્વત્મરમા દ્વારા વર્ણવવામાં આવ્યો હતો. હઠયોગ પતંજલિના રાજયોગથી ઘણો અલગ છે, જે સત્કર્મ પર કેન્દ્રિત છે, ભૌતિક શરીરની શુદ્ધિ જ મન, પ્રાણ કે વિશિષ્ટ ઊર્જાની શુદ્ધિ તરફ દોરી જાય છે. માત્ર પતંજલિના રાજયોગના ધ્યાન આસન ને બદલે તે સંપૂર્ણ શરીરના લોકપ્રિય આસનોની ચર્ચા કરે છે.

હઠયોગ તેના અનેક આધુનિક સ્વરૂપોમાં એક શૈલી છે,

જેને અનેક લોકો અત્યારે યોગ શબ્દ સાથે જોડી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વડા પ્રધાન ની ધન લક્ષ્મી યોજના 2020 | ઓનલાઇન અરજી, અરજી ફોર્મ

પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના 2020 લાગુ કરવાની કાર્યવાહી | પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ઓનલાઇન અરજી | પ્રધાન મંત્રી ધન લક્ષ્મી ઓનલાઇન ફોર્મ

શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો કંગાલ.

sbi તેન ગ્રાહકો ને ચેતવણી આપી હતી ભારત દેશ ની સૌથી મોટી બેંક SBI તેમના ગ્રાહકો ને એક...

ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

સુરત માં ચર્ચાનો વિષય બની ગયેલા વેવાઈ-વેવાણ ફરીથી ફરાર થઇ ગયા હતા.એવું પણ જાણવા મળેલું છે કે વેવાઈ-વેવાણ તેની દીકરી ના લગ્ન...

દિવસ ની શરુ વાત 10 મિનિટ યોગા થી.

તમારા દિવસમાં થોડી વધુ એનર્જી જરૂર છે? આ 10 મિનિટનો યોગ ક્રમ તમારા શરીરને સંતુલિત કરી શકે છે અને તમારા મનને કેન્દ્રિત...

Recent Comments