Sunday, July 5, 2020
Home ટેકનોલોજી ટેકનોલોજી ટીપ્સ મુદ્રા બનાવવાની રીત.

મુદ્રા બનાવવાની રીત.

તમારા હાથની અંગૂઠા પછીની બીજી અને ચોથી આંગળીના ટેરવા તમારા અંગૂઠાના ટેરવા સાથે જોડી દો. બાકીની બે આંગળીઓ સીધી ઉભી રાખવી. બંને હાથે આ ક્રિયા કરવી.

વિશેષ

આ મુદ્રા કરતી વખતે તમે કોઈ યંત્રના ચક્રનું મધ્યબિંદુ છો તેમ કલ્પના કરો, ચક્ર ગમે તેટલું ફરશે પણ મધ્યબિંદુને કશી અસર નહિ થાય.

ત્યારપછી મધ્યબિંદુ પરથી ખસી જઈ ચક્રના કોઇપણ સળિયા અથવા છેડા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે ત્યાં છો તેવી કલ્પના કરો. ચક્ર ફરતું હોય તેની સાથે તમે પણ ફરતા રહેશો છતાં પણ તમારું ધ્યાન ચલિત નહિ થાય.

લાભ

જીવનમાં દરેકે દરેક કાર્યમાં દરેક વ્યક્તિ કોઈક વાર કેન્દ્રમાં તો કોઈક વાર ધરી ઉપર હોય છે. કેન્દ્રમાં હોવ ત્યારે ધ્યાન ધરી પર રહેવાનું અને ધરી પર હોવ ત્યારે કેન્દ્ર પર રહેવાનું.

આ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો મીંચી ધ્યાન ધરવું,

હું મારા શરીરના ઊર્જાકેન્દ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરું છું અને તેમાંથી મળતો આનંદ અને ઉત્સાહ મેળવી તેનો વિકાસ કરું છું.

રુદ્ર મુદ્રા જરૂર હોય તેટલો સમય કરવી અથવા દિવસમાં બધી મળીને ત્રીસ મિનિટ સુધી પાંચ પાંચ મિનિટના ટુકડે થઇ શકે.

કોઈ વ્યક્તિને તકલીફ હોજરીમાં હશે તો બીજાને ડોકમાં, ત્રીજાને છાતીમાં તો ચોથાને બરડામાં. દરેક શરીર પાંચ તત્વોનું બનેલું છે, જેને શાસ્ત્રો પંચમહાભૂત કહે છે. આ પાંચ તત્વો એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તત્વ કહેવામાં આવે છે. આ બધા તત્વોનું મૂળતત્વ પૃથ્વી તત્વ છે. આ તત્વ પેટના અવયવો પર અંકુશ ધરાવે છે. આ મુદ્રા પાંચે તત્વો અને તેની સાથે જોડાયેલા બધા અવયવોને શક્તિ પહોંચાડી શક્તિશાળી બનાવવાનું કામ કરે છે.

લાભ

કોઇપણ તત્વ નબળું પડે તો તેટલા પ્રમાણમાં મગજની શક્તિ ઓછી થઈ જાય. આને લીધે આળસ, કંટાળો, કામ કરવાનો ઉત્સાહ ઓછો થઈ જવો વગેરે નબળાઈઓ આ મુદ્રા કરવાથી દૂર થાય છે અને ઉત્સાહ તથા કામ કરવાની વૃત્તિ વધે છે.

સમયની સીમા

રુદ્ર મુદ્રા વિશેનો લેખ અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વડા પ્રધાન ની ધન લક્ષ્મી યોજના 2020 | ઓનલાઇન અરજી, અરજી ફોર્મ

પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના 2020 લાગુ કરવાની કાર્યવાહી | પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ઓનલાઇન અરજી | પ્રધાન મંત્રી ધન લક્ષ્મી ઓનલાઇન ફોર્મ

શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો કંગાલ.

sbi તેન ગ્રાહકો ને ચેતવણી આપી હતી ભારત દેશ ની સૌથી મોટી બેંક SBI તેમના ગ્રાહકો ને એક...

ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

સુરત માં ચર્ચાનો વિષય બની ગયેલા વેવાઈ-વેવાણ ફરીથી ફરાર થઇ ગયા હતા.એવું પણ જાણવા મળેલું છે કે વેવાઈ-વેવાણ તેની દીકરી ના લગ્ન...

દિવસ ની શરુ વાત 10 મિનિટ યોગા થી.

તમારા દિવસમાં થોડી વધુ એનર્જી જરૂર છે? આ 10 મિનિટનો યોગ ક્રમ તમારા શરીરને સંતુલિત કરી શકે છે અને તમારા મનને કેન્દ્રિત...

Recent Comments