Friday, October 30, 2020
Home નારી વાળની સમસ્યાનો અંત એલોવેરાને સંગ

વાળની સમસ્યાનો અંત એલોવેરાને સંગ

એલોવેરા (કુંવાર પાઠું) એ ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઈપણ બાબતમાં એલોવેરા અક્ષીર ઈલાજ છે. ચામડીમાં કરચલી પડી ગઈ હોય અથવા પહેલા જેવી ચમક ન રહી હોય તો એલોવેરા ધરાવતી બ્યુટી ક્રીમનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખીલ કે ડાઘા પડ્યા હોય ત્યારે એલોવેરા ઉપયોગી થાય છે. ઘરમાં પણ આસાનીથી ઉગાવી શકાય એવું આ પ્લાન્ટ ફક્ત શરીરને બહારથી જાળવી રાખવા માટે જ નહિ, પરંતુ અંદરથી પણ ફાયદાકારક ગણવામાં આવી રહ્યું છે. સુપર પ્લાન્ટગણવામાં આવતું એલોવેરાના રસની અસર પણ હવે ઘણી પ્રસિદ્ધ થઇ ચૂકી છે.

એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધરૂપે પણ કરી શકાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ છોડની લગભગ 400 જેટલી પ્રજાતિ ઉપલબ્ધ છે.ગામની ખરડાયેલી જમીનમાં ઉગનારુ કે પછી ઘરની અગાશી પર લટકાવવામાં આવનારું કુંવારપાઠુ મતલબ એલોવેરા આજે સૌદર્યને કાયમ રાખવા માટે ઔષધિના રૂપમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. એલોવેરાના પાનમાં ભીનાશનો સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. તેના રસને ચેહરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. ઘણીવાર ત્વચા દાઝી જવા પર પણ એલોવેરાનો રસ લગાડવામાં આવે છે.

એલોવેરાના છોડ એક જાતના થોર છે, જે ગમે તેવી ગરમ અને સૂકી આબોહવામાં પણ ઉછરી શકે છે. ઘરઆંગણે કૂંડામાં પણ તેને ઉગાડી શકાય છે. તેને ઉછેરવા માટે વધુ માવજતની અથવા પાણીની જરૂર પડતી નથી.

વાળની સમસ્યાનો અંત એલોવેરાને સંગ

એલોવેરા એ મલ્ટી પર્પઝ ઔષધિ છે. વાળનું સૌંદર્ય વધારવા કે વાળની ચમક પાછી લાવવા એલોવેરા એક ઘરેલું ઉપચાર છે. ખુબસુરત અને મુલાયમ વાળ કોને પસંદ ન હોય? પરંતુ આવા વાળની માત્ર ઈચ્છાથી જ કંઈ નથી થતુ, તેના માટે ખાસ મહેનત પણ કરવી પડે છે. પોતાના વાળની ખાસ દેખભાળ કરવી પડે છે. એલોવેરા (કુંવારપાઠુ)એ ફક્ત ચહેરાની સુંદરતા વધારવાના જ કામમાં આવે છે એવું નથી, પરંતુ આ આયુર્વેદિક ઔષધિ વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે.

એલોવેરાના ઘણા ફાયદા છે. તે માત્ર વાળને સુંદર અને ચમકદાર જ નથી બનાવતા પરંતુ તેને જડથી મજબૂત બનાવે છે. તેનાથી વાળ તુટવાનું ઓછુ થાય છે. વાળને ખુબસુરત બનાવવા માટે એલોવેરાનો ઉપયોગ ખુબ લાભપ્રદ રહે છે. એલોવેરા વાળ સાથે સંબંધિત તકલીફોમાં રાહત આપે છે. આવો જાણીએ ખુબસુરત વાળ માટે એલોવેરા કેટલું મદદગાર છે

ઓઈલી વાળની સમસ્યાને દુર કરવામાં એલોવેરા જેલ ખુબ કારગર છે. વાળ અને સ્કલ્પમાં તેલની વધારાની માત્રાને સામાન્ય કરી વાળની શક્તિને પણ વધારવામાં એલોવેરા જેલનો કોઈ જવાબ નથી.

એલોવેરાથી ટાલીયાપણુ પણ દુર કરી શકાય છે. એલોવેરાને સ્કલ્પ પર શેમ્પુની માફક ઉપયોગ કરી શકાય છે.

એનાથી વાળ મજબુત તો બને જ છે. તેની સાથે સાથે ખોડાની સમસ્યા પણ દુર થાય છે.

કેશ સંબંધી સમસ્યાઓને એલોવેરાના પ્રયોગથી દુર કરી શકાય છે. એનાથી વાળનું ખરવુ, ડ્રાય વાળ, વાળમાં ખોડો વગેરે સમસ્યાઓને દુર કરી શકાય છે.

એલોવેરા જેલને ફક્ત અડધો કલાક લગાવ્યા બાદ વાળને ધોઈ શકાય છે. જો મહિનામાં બે વાર તેને વાળમાં લગાવવામાં આવે તો થોડા મહિનામાં જ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે.

બજારમાં વાળ માટે અનેક રાસાયણિક ઉત્પાદનો મળે છે. જેના કેટલાક પ્રતિકૂળ પ્રભાવોના કારણે વાળની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તો બીજી તરફ એલોવેરા સંપૂર્ણ પ્રાકૃતિક છે. એના વપરાશથી જરાય નુકસાન થતું નથી.

બજારમાં એલોવેરાયુક્ત અનેક ઉત્પાદનો ઉપલબ્ધ છે. આ ઉત્પાદનોનો ઉપયોગ કરીને તમે તમારા વાળને ખુબસુરત અને આકર્ષક બનાવી શકો છો.

વાળને નરમ અને ચમકદાર બનાવવાની સાથે સાથે લાંબા બનાવવા માટે ઘરે જ એલોવેરા શેમ્પુ પણ બનાવી શકો છે. એના માટે એલોવેરા જ્યૂસમાં નારીયેળનું દૂધ, ઘઉં અને તેલ ભેળવીને બનાવો આ ટીપ્સને અપનાવી તમે એલોવેરાના ઉપયોગથી નિશ્ચિતરૂપે તમારા વાળને ખુબસુરત, કાળા અને ચમકદાર બનાવી શકો છો.

વાળ માટે એલોવેરા જ્યૂસ સારું કંડીશનર છે. તેના રસને માથામાં લગાવવાથી વાળ મૂલાયમ, કાળા અને લાંબા થઈ જાય છે.

વાળને ઘટાદાર અને લાંબા કરવા માટે એલોવેરાના પાનથી નીકળતી તાજી જેલ વાળના મુળમાં લગાવો અને થોડીવાર રાખ્યા પછી માથુ ધોઈ લો. વાળ ઝડપથી વધવા લાગશે અને કાળા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વડા પ્રધાન ની ધન લક્ષ્મી યોજના 2020 | ઓનલાઇન અરજી, અરજી ફોર્મ

પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના 2020 લાગુ કરવાની કાર્યવાહી | પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ઓનલાઇન અરજી | પ્રધાન મંત્રી ધન લક્ષ્મી ઓનલાઇન ફોર્મ

શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો કંગાલ.

sbi તેન ગ્રાહકો ને ચેતવણી આપી હતી ભારત દેશ ની સૌથી મોટી બેંક SBI તેમના ગ્રાહકો ને એક...

ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

સુરત માં ચર્ચાનો વિષય બની ગયેલા વેવાઈ-વેવાણ ફરીથી ફરાર થઇ ગયા હતા.એવું પણ જાણવા મળેલું છે કે વેવાઈ-વેવાણ તેની દીકરી ના લગ્ન...

દિવસ ની શરુ વાત 10 મિનિટ યોગા થી.

તમારા દિવસમાં થોડી વધુ એનર્જી જરૂર છે? આ 10 મિનિટનો યોગ ક્રમ તમારા શરીરને સંતુલિત કરી શકે છે અને તમારા મનને કેન્દ્રિત...

Recent Comments