Friday, October 30, 2020

શયનખંડ & બેડરૂમ

મનુષ્ય શરીર માટે ઉંઘ શ્રેષ્ઠ ટોનિક છે, તથા અનિવાર્ય છે. સામાન્યત: આપણે સૌ ચોવીસ કલાકમાંથી લગભગ આઠેક કલાક ઉંઘ લેતા હોઈએ છે. તંદ્રાવસ્થા તથા નિંદ્રાવસ્થામાં આપણું અર્ધજાગૃત મન કાર્યરત થતું હોય છે. આ દ્રષ્ટિએ ઊંઘનું મહત્વ ખૂબ વધી જાય છે. જો યોગ્ય જગ્યાએ ઉંઘ કરવામાં આવે તો થાક ઉતરી જાય છે. શરીરમાં નવી સ્ફૂર્તિનો સંચાર થાય છે. સુંદર સ્વપ્ન આવે છે તથા અર્ધજાગૃત મન પ્રફુલ્લિત રહે છે. અને તેથી જ આપણા ઋષિમુનિઓએ શયનખંડ બાબતમાં કેટલાક ચોક્કસ નિયમો સૂચવ્યા છે.

સૌ પ્રથમ તો એ વાતની ખાસ કાળજી રાખવી જોઈએ કે કદી દક્ષિણ કે નૈઋત્ય દિશામાં પગ રહે તે રીતે ન સુવું જોઈએ. આવી રીતે સૂવાથી ચુંબકીય તરંગોની ઊર્જા શૂન્ય પ્રાપ્ત થાય છે. આ રીતે સૂતેલા વ્યક્તિ હંમેશા થાકેલા, બિમાર તથા ચીડિયા જણાય છે. તેમના સુક્ષ્મ શરીરની પરતો અસ્તવ્યસ્ત બની જાય છે. તથા રોગપ્રતિરોધક શક્તિ નબળી પડે છે. દક્ષિણ બાજુ પગ રાખી સૂવાથી પિતૃઓનો અનાદર થાય છે, પાચનશક્તિ નબળી પડે છે. જે લોકોને વિદ્યા કે જ્ઞાનની પિપાસા હોય તેમણે પૂર્વ બાજુ મસ્તક રાખી સુવું જોઈએ. જે લોકોને ભોગ & વિલાસ & સંપત્તિની આકાંક્ષા હોય તેમણે દક્ષિણ બાજુ મસ્તક રાખી સુવું જોઈએ. અધ્યાત્મમાં આગળ વધનારા લોકો પશ્ચિમ દિશામાં મસ્તક રાખી સુઈ શકે. આપણા શાસ્ત્રમાં ક્યાં પડખે સુવું જોઈએ તે બાબત પર પણ ઉલ્લેખ છે, જેના પરથી લોકબોલીમાં કહેવામાં આવ્યું છે કે,

ઉંધો સૂવે અભાગીયો ને ચતો સૂવે રોગી,

ડાબે સૂવે સૌ કોઈને જમણે સૂવે જોગી

જો કે અન્ય શાસ્ત્રની જેમ જ આ બાબતમાં પણ કેટલાક મત મતાંતર પ્રવર્તે છે.

હવે આપણે શયનખંડની બાબત પર આવીએ. શયનખંડમાં કોઈ ખૂણો કપાયેલો ન હોય તે ઇચ્છનીય છે. એટલે કે શયનખંડ ચોરસ કે લંબચોરસ હોવો જોઈએ. ઘરના મુખ્ય વ્યક્તિએ નૈઋત્ય દિશામાં બનાવેલો બેડરૂમ ઉપયોગમાં લેવો જોઈએ. જે વ્યક્તિ ઘરનો આધારસ્તંભ હોય તેણે ઘરમાં પોતાનું પ્રભુત્વ બનાવી રાખવા નૈઋત્ય દિશાના બેડરૂમમાં શયન કરવું જોઈએ. કેટલાક વાસ્તુશાસ્ત્રી વિકલ્પ તરીકે વાયવ્ય દિશાનું સૂચન કરે છે. પરંતુ અમારા અનુભવથી એવું તારણ નીકળ્યું છે કે, મુખ્ય વ્યક્તિનો શયનખંડ સામાન્યત: નૈઋત્યમાં જ હોવો જોઈએ. શયનખંડને સામાન્ય રીતે ઈશાન કે અગ્નિકોણમાં ન બનાવવો જોઈએ. લગ્ન ન થયા હોય તેવી વ્યક્તિનો બેડરૂમ વાયવ્ય કે ઈશાનમાં બનાવી શકાય. પરંતુ અગ્નિકોણમાં શયનખંડ ન જ બનાવવો જોઈએ. એકથી વધારે બેડરૂમ બનાવવા હોય તો નૈઋત્યથી પશ્ચિમે તથા નૈઋત્યથી દક્ષિણે બનાવી શકાય. ઈશાન તથા અગ્નિ ખૂણે બનેલા બેડરૂમમાં રોગી વ્યક્તિ કે સુવાવડી સ્ત્રીએ કદી સુવું ન જોઈએ. બાળકોનો સ્ટડીરૂમ તથા બેડરૂમ પૂર્વ કે ઈશાન કે ઉત્તરમાં બનાવી શકાય.

જો બે માળનું મકાન હોય તો ઇચ્છનીય છે કે મુખ્ય વ્યક્તિનો બેડરૂમ ઉપરના માળે નૈઋત્ય દિશામાં બનાવવામાં આવે. વાયવ્ય ખૂણામાં મહેમાનો માટેનો કે વધારાનો બેડરૂમ બનાવી શકાય. બેડરૂમમાં કબાટ, તિજોરી અથવા તો કોઈ ભારે ફર્નિચર રાખવું હોય તો નૈઋત્ય ખૂણામાં રાખી શકાય. ટીવી, વીસીઆર, જેવી ઇલેક્ટ્રિક કે ઈલોકટ્રોનિક વસ્તુઓ અગ્નિ ખૂણામાં ગોઠવવી જોઈએ. ઉત્તર કે પૂર્વમાં લાઈબ્રેરી, ડાયરી, કાગળ, મિરર વગેરે વસ્તુઓ ગોઠવી શકાય. બેડરૂમમાં કોઇપણ જોડીવાળું ચિત્ર કે મૂર્તિ રાખી શકાય. બેડરૂમની દિવાલોનો રંગ ઘરની અન્ય દીવાલોના રંગથી જુદો કરવો જોઈએ. ગ્રે, ઘેરો બ્લુ, ઘેરો લીલો, આછો ગુલાબી, આછો ભૂરો, કે જાંબલી રંગ બેડરૂમની દીવાલોને કરી શકાય.

બેડરૂમની સાથે હવે સામાન્યત: એટેચ બાથરૂમ બનાવવામાં આવે છે. આ બાથરૂમનો દરવાજો દક્ષિણ તરફ રાખી શકાય. અગાઉ વાત કરી ગયા તે મુજબ બેડરૂમમાં કદી પૂજા ન ગોઠવવી. શક્ય હોય ત્યાં સુધી દેવી-દેવતાના ચિત્રો પણ આ રૂમમાં ન મૂકવા જોઈએ. પલંગ કે સેટી શક્ય હોય ત્યાં સુધી લાકડાના ઉપયોગથી બનાવવા, લોખંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. વળી સેટી કે પલંગને બેડરૂમમાં સાવ વચ્ચે ન રાખવા જોઈએ. ઋષિ પરંપરામાં બ્રહ્મચારી એટલે કે, આજના અપરિણીત વ્યક્તિએ જમીન પર સદી પથારી પાથરી સુવું જોઈએ. વળી રોગીષ્ટ વ્યક્તિઓ માટે લીમડાના પાનની પથારી, નગોડાના પાનની પથારીનું સૂચન પણ જોવા મળે છે. અગાઉના સમયમાં ઘરની અંદર ટોઇલેટ વર્જ્ય હતા. પરંતુ આજે આપણે એટેચ બાથરૂમનો ઉપયોગ કરીએ છીએ.

ઋષિકાળમાં બાથટબની, ઝાઝુકી બાથની, શાવરની કલ્પના ન હતી. પરંતુ આજના ભૌતિક યુગમાં પૈસા ખર્ચો તેમ વધુને વધુ સગવડ પ્રાપ્ત કરી શકો છો, એ મુજબ મોટા એટેચ્ડ બાથરૂમ, કમોડ વગેરે ફિટ કરવામાં આવે છે. બાથરૂમમાં મિરર એ રીતે લગાવવો જોઈએ જેથી આપણે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી અરીસામાં જોઈ શકીએ. શયનખંડમાં વધુ પોઝીટીવ વાઈબ્રેશન ઉત્પન્ન કરવા માટે હળવું સંગીત વાગે તે રીતનું આયોજન કરી શકાય. આ ઉપરાંત રૂમ સ્પ્રેનો ઉપયોગ પણ ઇચ્છનીય છે. સાથે સાથે બ્લ્યુ કે પિંક રંગની આછી લાઈટ પણ રાખી શકાય. જેથી શયનખંડમાં સ્વર્ગીય આનંદ પ્રાપ્ત કરી શકાય.

વાસ્તુશાસ્ત્રમાં વિવાહિત વ્યક્તિઓ માટે નૈઋત્ય દિશામાં બેડરૂમ રાખવાના નિર્દેશો છે, તેમાંનું એક કારણ ગર્ભાધાન પણ છે.

ગર્ભાધાન માટે યુગલે નૈઋત્યના રૂમમાં સુવું જોઈએ. તેમાં પણ પશ્ચિમ કે દક્ષિણમાં મસ્તક રહે તેમ સુવાથી પ્રેગનન્સીના ચાન્સ વધે છે.

જે યુગલ નૈઋત્યના ખૂણાના બેડરૂમમાં સૂવે છે તેમના સંબંધો મધુર તથા સુમેળભર્યા રહે છે.

અગ્નિ ખૂણામાં બેડરૂમ હોય તો ગર્ભાધાન થતું નથી. અથવા મુશ્કેલીથી થાય છે. વળી અગ્નિ ખૂણામાં બેડરૂમ હોતા નાની નાની વાત પર ઝઘડા થવા તથા ઉગ્રતા વધવાના પ્રસંગ બને છે વળી અહી અગ્નિતત્વ પ્રબળ બનતું હોવાથી સ્ત્રીને વધુ શારીરિક કષ્ટ જોવા મળે છે. આમ છતાં ફરજિયાત પણે અગ્નિકોણમાં સૂવાનું થાય તો માથા પર તાંબાના લોટામાં પાણી ભરીને રાખવું તથા દંપતીએ સવારે તે શક્ય તેટલું પી જવું જોઈએ.

વાયવ્ય દિશામાં બેડરૂમ હોવાથી બેમાંથી એકે વારંવાર બહાર જવાનું બને જેથી દાંપત્ય જીવનની ગાડી આડા પાટે ચડે છે. આજ રીતે ઈશાન કોણના શયનકક્ષમાં સુવાથી પણ દાંપત્યજીવનની ખરી લિજ્જત માણી શકાતી નથી.

આપ આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વડા પ્રધાન ની ધન લક્ષ્મી યોજના 2020 | ઓનલાઇન અરજી, અરજી ફોર્મ

પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના 2020 લાગુ કરવાની કાર્યવાહી | પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ઓનલાઇન અરજી | પ્રધાન મંત્રી ધન લક્ષ્મી ઓનલાઇન ફોર્મ

શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો કંગાલ.

sbi તેન ગ્રાહકો ને ચેતવણી આપી હતી ભારત દેશ ની સૌથી મોટી બેંક SBI તેમના ગ્રાહકો ને એક...

ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

સુરત માં ચર્ચાનો વિષય બની ગયેલા વેવાઈ-વેવાણ ફરીથી ફરાર થઇ ગયા હતા.એવું પણ જાણવા મળેલું છે કે વેવાઈ-વેવાણ તેની દીકરી ના લગ્ન...

દિવસ ની શરુ વાત 10 મિનિટ યોગા થી.

તમારા દિવસમાં થોડી વધુ એનર્જી જરૂર છે? આ 10 મિનિટનો યોગ ક્રમ તમારા શરીરને સંતુલિત કરી શકે છે અને તમારા મનને કેન્દ્રિત...

Recent Comments