ગામ પરની કહેવતો

ડાકોર મંદિર સુંદર ધામ, ઉપર ફરકે ધોળી ધજા, ખાવા પીવાનું કઈ ન મળે, ધોતિય ધોવાની મજા

અમદાવાદી હરામજાદી, ખંભાતી ગોજારી, વડોદરાની વાકી નાર, સુરતની બલિહારી

ઓડ માથા ફોડ

આવી મહીને ચિંતા ગઈ, ઉતર્યા મહીને ચિંતા ગઈ

ઓડ ઉમરેઠના ઊંડા કુવા, દીકરી પરણાવે એના બાપ મુવા

ઉમરેઠના નવાસા વીસ હવેલી વાળા, કન્યા જુના ઝરૂખાવાળી

આંતરોલીનો દળ કઠણ

આધી રોટી ખાના મગર કઠોલ મત જાના

આંકલાવના ઊંડા કૂવા

ઉપર અલ્લા ને નીચે જલ્લા, સીમમાં વરખડાંને ગામમાં તરખડાં

કરમસદની કોઠી, કાઠીયાવાડની ઘોડી ને પાલનની છોડી

આતો કઠલાલ ગામ વારે તો વહાણ નહીતર પથ્થર પહાણ

કપડવંજમાં કપટી વસે, કઠણ વસે કઠલાલ, મહુધામાં તો ઉંધા વસે, ચોર વસે નડિયાદ.

ચંગાના સૌ નાગા.

કહે કુંજરાવ ને અથડાય આખડોલમાં

કાનામાંતર વગરના ગામનો

કાણીસાનો કુંડ, દૂધિયું તળાવ ને ગંગલો કૂવો, જે ન નહાય તે જીવતો મૂવો

ખંભાતી તાળું વાસાયું

ચરોતરની ચાર દિશા, તારું તમાકુને તુર, નરનારી દોનું ભલા, નીતરે નવલ નીર

જામી જાય જોળીયો ને માર ખાય મહેરાયો

સો વાર કાશી બરાબર એક વાર ચકલાસી

જખ મારે જીટોડિયા વાળી

જખ મારે જાખલા વળી હવે શેરડીના શા ભાર

નાવલી જાવ કે નાપાડે, કદી ના એ હા પાડે

ડભાણના દુખિયા ને સલુણના સુખિયા

દહેગામના દાવડા, રોજ મેલે તાવડા

ધર્મજમાં નહિ ધાન, ભાદરણ નરી ભૂખ, સારું બિચારું ઝારોલા તે કોકડીયોનું સુખ

નવ નડીયાદી, પાંચ પેટલાદી ને એક અમદાવાદી

નવ નડીયાદી એક ખંભાતી

નાડા માટે નડિયાદ જાય

નાર પંડોળી નાતરે જાય, તારાપુર તેડી જાય

ચુણેલ, ચકલાસી ને વળી ચાંગા, નામ દે એમનું તો, ભાંગી નાખે ટાંગા

પીજ પલાણાને વસો, ઘસાય એટલું ઘસો

સંઘાણા ગામ ગંધાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here