આરોગ્ય કહેવતો

રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.

પહેલું સુખ તે જાતે નર્યા.

આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ.

જમીને ડાબે પડખે સૂવે, તેની નાડ વૈદ્ય ના જુએ.

મારીને ભાગી જવું, ખાઈને સૂઈ જવું.

તનને પાજો ગાવડીના દૂધ, મનને પાજો માવડીના દૂધ.

જેવું ખાય અન્ન, તેવું થાય મન; જેવું પીએ પાણી, તેવી થાય વાણી.

હવા અજવાળા વિનાનું ઘર, તે રોગ ઉછેરવાનું દર.

તાજું ખાય, વખતસર સૂએ તેનો રોગ સીમાડે રુએ.

જેને ઘેર તુલસી ને ગાય, તેને ઘેર વૈદ્ય ન જાય.

દરદ આવે ઘોડા વેગે, ને જાય કીડી વેગે.

રોગ અને દુશ્મન ઊગતા જ ડામવા.

પેટ સફા, દરદ દફા.

ઝાઝો સ્વાદ તે રોગનું મૂળ.

જે બહુ ગળ્યું ખાય, તે નિત્ય વૈદ્ય ઘર જાય.

એક જ રસ જે નિત ખાય, તે માનવ નિત દરદી થાય.

સઘળા રસ જે નિત નિત ખાય, તે માનવ ના દરદી થાય.

ગળ્યું એ ગળ્યું, બાકી બધું બળ્યું.

ગોળ ખાય તો ગરમ પડે, ખાંડ ખાય તો ઠંડી પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here